પિતા_પૂત્ર_સ્ટોરી FB

પુત્ર: “ડેડ, ૧૦૦ રુપિયા આપો”

હું: “શું કરવા!?”

પુત્ર: “પિત્ઝા ખાવા જવું છે”

હું: “રુપિયા કાય ઝાડ પર ઉગતા નથી. અમારા જમાનામાં અમે બાપા પાસે એક રુપિયો માંગતા ય અચકાતા. ”

પુત્ર: “એ તો તમે બીતા હશો”

હું: “ના, અમે આજ્ઞાકારી હતા. અમારા બાપા ના પાડે તો સામે કોઈ દલિલ ના કરતા. ખબર છે અમને મારવા માટે જ ચપ્પલ મંગાવે છે એવું જાણવા છતા અમે ફળિયામાંથી એનું ચપ્પલ લાવીને આપતા. પછી એ અમને એ જ ચપ્પલે ધમારતા. મારતા મારતા ચપ્પલ નીચે પડી જાય તો અમે જ વાંકા વળી પાછું એના હાથમાં આપતા.”

પુત્ર: “નથી જોતા જાવ…” એમ કહી પગ પછાડતો એ રુમમાં જતો રહ્યો.

અડધો કલાક શાંતિથી પસાર થયો. મને નિરાંત થઈ કે હાશ આજ હું બચી ગયો….ત્યાં જ દરવાજે ડોરબેલનું રણશિંગુ ફૂંકાયું. મેં દરવાજો ખોલ્યો એવામાં એક ટોપીવાળો એના નજીકના સગાના લગનની કંકોત્રી દેવા આવ્યો હોય એમ આફેડો હસતો હાથમાં એક બોક્સ લઈ ઊભો હતો. મારા હાથમાં બોકસ અને બીલ થમાવતા બોલ્યો: “સર, ફ્રોમ પિઝ્ઝાહટ્ટ”

આપણાથી એમને ચલ બે હટ્ટ એવું તો ના કહેવાય. મારા જમાનાની વાતુ સાંભળવા એ પાછો મારી જેમ નવરો ય ના હોય. ડાઈનિંગ ટેબલ પર બોક્સ મુકી “આ પિઝા કોણે મંગાવ્યા?” એવો વ્યર્થ સવાલ પૂછી પાકીટ લેવા મારા શયનખંડમાં દાખલ થયો.

હોસિયારી કરવા ગ્યો એમા ૧૦૦ની જગ્યા એ ૨૨૫ની ચોટી! ઉફફફ, આજકાલના છોકરાઓ.

Leave a comment